*રાજપીપળા શહેરમાં નાંદોદ ધારાસભ્ય એ ૨૫૦ જેટલા લોકોને માસ્ક વિતરણ કર્યા*
(ઈકરામ મલેક દ્વારા) - રાજપીપળા : હાલ કોરોના મહામારી માં લોકો ડર અનુભવી રહ્યા છે ત્યારે મોઢા પર માસ્ક ખૂબ જરૂરી બન્યું હોય પરંતુ અચાનક આ મહામારી આવી પડતા બજારમાં માસ્ક ઉપલબ્ધ મ હોય અને જેની પાસે હોય એવા કેટલાક લોકો માસ્ક ની બમણી કિંમત વસુલાતા હોવાથી ગરીબ વ્યક્તિઓ માટે એ ખરીદવા અસંભવ બન્યા હતા અને વગર માસકે જોખમરૂપ ફરતા હોય તેવા સમયે નાંદોદ ધારાસભ્ય પી.ડી.વસાવા દ્વારા આજે આવા વિના માસ્કે ફરતા ૨૫૦ જેટલા લોકોને વિના મૂલ્યે માસ્ક આપી કોરોના જેવા વાયરસ સામે રક્ષણ અપાયું હતું.અને એ પણ ધારાસભ્ય પી.ડી.વસાવા એ લોકોને જાતે બાંધી આપ્યા હતા.ત્યારે આવા રાજકીય નેતાને સાચા અર્થ માં પ્રજા ના સેવક કહીએ તો કોઈ અતિશયોક્તિ ન કહેવાય.
No comments:
Post a Comment