"ભાડા ના મકાનો અને દુકાનો ધરાવતા લાખો પરિવારો માટે ગુજરાત સરકાર રાહત ની જાહેરાત ક્યારે??"
"શું દિલ્હી સરકાર ની જેમ ગુજરાત સરકાર ભાડા થી મકાન અને દુકાનો ના માલિકો ને ત્રણ મહીના સુધી ભાડું નહીં વસુલવા હુકમ કરશે?"
કોરોના ના મહામારી અને ત્યાર બાદ ઉભી થયેલી પરિસ્થિતિ ને કાબુ કરવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 21 દિવસ ના લોકડાઉન ને પગલે લોકો ના રોજગાર અને વેપાર ધંધાઓ ઉપર ઘેરો સંકટ ઉભો થઈ જવા પામ્યો છે, વેપાર ધંધા ઠપ થઈ જતાં આવક બંધ પડી ગઈ છે અને જાવક શરુ થઈ ગઈ છે, નાની મોટી નોકરીઓ કરતા છુટક કામદારો ને પણ ફેક્ટરીઓ અને પ્લાંટ બંધ થઈ જતાં ઘરે બેસી જવાનો વારો આવ્યો છે. એવા લાખો પરિવારો કે જે ટુંકી આવક શાથે ભાડા ના મકાન મા રહી ને પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે, માસિક આવક ઉપર નભતા અને પગાર આવે તોજ અનાજ-પાણી ખરીદી શકે તેવા લાખો પરિવારો મહીના ના અધવચ્ચે લોકડાઉન થઈ જતાં મધ દરીયે ફંસાઈ જવા જેવો ઘાટ ઘડાયો છે, પૈસા વપરાઈ ગયા અને હવે પગાર મળશે નહીં એટલે ભાડા ના મકાન મા રહેતા ભાડુઆતો ભાડું ક્યાંથી ચુકવશે??? એ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે.
ઉચ્ચ વર્ગ ને આ લોક ડાઉન થી ઉની આંચ આવે તેમ નથી અને નિમ્ન વર્ગ સરકાર ની પાતળી સહાય અને ટુંકી જરુરીયાત વાળી જીવનશૈલી થી ટેવાયેલો હોય કપરો સમય વેઠી કાઢશે પણ બન્ને ની વચ્ચે પિસાઈ રહેલા અને લાફો ખાઈ ને મોઢું લાલ રાખતા મધ્યમ વર્ગના હાડકાં ખોખરા થઈ જવા ના એ વાત નક્કી છે.
આવીજ રીતે નાના કદ ના વહેપારીઓ કે જે ભાડે દુકાનો રાખી ને વેપાર કરતા હતાં તેમના માટે પણ આજ સ્થિતી ઉભી થઈ છે તો ગુજરાત મા આવા લાખો પરિવારો હશે જે આજે મુંઝવણમાં મુકાયા હશે, તો શું હવે ગુજરાત સરકાર દિલ્હી ની કેજરીવાલ સરકાર ની જેમ ભાડા ના મકાનો મા રહેતા અને ભાડા ની દુકાનો મા વેપાર કરતાં વેપારીઓ ના હિત નો વિચાર કરશે??? પોતાને સંવેદનશીલ સરકાર હોવાના મોટાં મોટાં હોર્ડીંગ્સ મારી ને સંવેદનશીલ સરકાર ગણાવતી રૂપાણી સરકાર લાખો ભાડુઆતો પ્રત્યે સંવેદનશીલતા બતાવશે?? આજે ત્રણ ટર્મ થી ગુજરાત ની ગાદી ઉપર મધ્યમ વર્ગ ની મોટી મહેરબાની થી વારંવાર બિરાજમાન થતી રૂપાણી સરકાર સામે મધ્યમ વર્ગ અને ભાડુઆતો યાચના ભરી નિહાળી રહ્યા છે, કે રૂપાણી સરકાર એમને રાહત મળે તેવી કોઈક જાહેરાત જરુર કરશે.
હવે જોવા નુ એ રહે છે કે ગુજરાત સરકાર આ મુદ્દે કેવુ વલણ અપનાવશે તે જોવું રહયુ.
No comments:
Post a Comment