સરકારે મફત અનાજ આપવાની જાહેરાત બાદ...
રાજપીપલા માં પ્રથમ દિવસે જ દુકાનો માં ભીડ જોવા મળી : બોઇલ ચોખા બાબતે લોકોનો દુકાનદારો પર રોષ
છેલ્લા ત્રણ મહિના થી બોઇલ ચોખા બાબતે ગ્રાહકો અને દુકાનદારો વચ્ચે તકરાર છતાં સરકાર આ ચોખા આપતા સ્થિતિ ત્યાંની ત્યાં
(ઈકરામ મલેક દ્વારા) રાજપીપલા : દેશભરમાં ફેલાયેલા કોરોના ના કારણે લોકડાઉન માં ગરીબો અને મજૂરવર્ગ ની પરિસ્થિતિ કફોડી બની છે ત્યારે આજથી સરકાર દ્વારા મફત માં અનાજ આપવાનું શરૂ કરાયું છે જેથી સવારથીજ લોકોના ટોળા જોવા મળ્યા હતા જોકે બોઇલ ચોખા આપતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો મહિલાઓએ રોષ વ્યકત કરતા જણાવ્યું હતું કે આ ચોખા પક્ષીઓ પણ ખાતા નથી તો અમારા પેટમાં કઈ રીતે હજમ થશે ???? ઉપરાંત ઘરડા અશક્ત વૃદ્ધો ને ફિંગરપ્રિન્ટ આપવા માટે રૂબરૂ સસ્તા અનાજની દુકાને આવા મજબૂર થવું પડ્યું હતું જે અંગે પણ રોષ જોવા મળ્યો હતો અને એપીએલ કુટુંબો પણ અસમંજસ માં મુકાયા હતા કે અમને અનાજ મળશે કે નહી...???
આ બાબતે અનાજ ના વેપારી ને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે ફિંગર પ્રિન્ટ લઈએ તો અનાજ નો સ્ટોક કપાઈ અને સેનેટાઇઝર મુકેલ છે તેમ જણાવ્યું હતું ઉપરાંત ઉપરથીજ બોઇલ ચોખા આવે છે તો શું કરીએ..?? તેમ પણ કબુલ્યું હતું
મામલતદાર નાંદોદે શુ કહ્યું??
આ બાબતે નાંદોદ ના મામલતદાર સાથે વાત કરતા એઓએ પણ બોઇલ ચોખા આપાય છે તેમ કબુલ્યું હતું ઉપરાંત શાળાના બાળકો ને અપાયેલા પાસ ના અનાજ મુદ્દે વિચારણા કરશે તેમ જણાવ્યું હતું
અત્રે એ ઉલ્લેખનિય છે કે લોકડાઉન માં જ્યારે ગરીબોને અનાજની ખૂબ જરૂરત છે ત્યારે અનાજ ની ગુણવત્તા સારી ન હોવાથી લોકોમાં રોષ જોવા મળ્યો હતો
No comments:
Post a Comment