Friday, April 10, 2020

કોરોના માટે કોણ જવાબદાર એ શોધવું જરુરી કે એનો #ઈલાજ શોધવો #જરુરી??? વાંચો કોણ કોને જવાબદાર ઠેરવી રહ્યું છે.

*વૈજ્ઞાનિકો કોરોના વાયરસ બિમારી નો ઈલાજ શોધી રહ્યા છે તો ભારત સહીત વિશ્વ ના કેટલાંક દેશો અને એ દેશો ની પ્રજા આ બિમારી ના ફેલાવા માટે કોને કોને જવાબદાર ઠેરવી રહ્યા છે. જુઓ*

(1) બ્રાઝિલ ના પ્રમુખ બાલસોનેરો એ કોરોના સંક્રમણ માટે આફ્રિકા ના પ્રવાસીઓ ને જવાબદાર ઠેરવવા શાથે કહ્યું કે કોરોના એક સામાન્ય તાવ છે એનાથી ડરવાની જરૂર નથી.

(2) અમેરિકા ના વિવાદિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ ને ચીની વાયરસ કહી મજાક ઉડાવી અને વાયરસ ના ફેલાવા માટે સીધેસીધું ચીન ને જવાબદાર ઠેરવ્યું છે.

(3) ઈરાન એ દેશ મા કોરોના  સંક્રમણ માટે અમેરિકા નુ કાવતરું ગણાવ્યું, અને અમેરીકા દ્રારા મદદ ની ઓફર ને એમ કહી ને ઠુકરાવી દેવાઈ કે અમેરિકા દવા ના બહાને કોરોના નુ સંક્રમણ વધુ ફેલાવવા ઈચ્છે છે.

(4) ભારત મા ટીવી મિડીયા એ કોરોના સંક્રમણ માટે જમાત ને જવાબદાર ઠેરવવાની ભૂંડી ભુમીકા ભજવી અને એક ચોક્કસ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો એ ટીવી ચેનલો ના દુષ પ્રચારને સાચું માની લીધું છે. 

(5) ભારત માંજ ઉત્તરપુર્વ ના રાજ્યો ના ચીની જેવા દેખાતા લોકો ને કોરોના વાયરસ કહી હુમલાઓ કરવામા આવ્યા.

(6) ભારત માં કોરોના સામે લડતાં ડોકટરો નેજ નિશાન બનાવવા આવ્યા અને પ્રતાડીત કરવામા આવ્યા, ક્યાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ ના વહીવટકારો એ ડોકટરો ને મકાન ખાલી કરી અન્યત્ર જતા રહેવા કહી દીધુ.

(7) ભારત ના કેટલાંક ટીવી ન્યુઝ ચેનલો એ પોતાની મૂર્ખતા ના પુરાવા આપતા કોરોના ને કોરોના જેહાદ અને પાકીસ્તાન નુ ષડયંત્ર પણ ઘોષિત કરી નાંખ્યું

આમ વિશ્વ સહીત ભારત મા કોરોના વાયરસ માટે એકબિજા ને જવાબદાર ઠેરવવાની મુર્ખતા મોપાપાયે બતાવવા મા આવી રહી છે, પણ એનાથી પરિસ્થિતિ મા કોઈ સુધાર થવાનો નથી કે એનો પ્રસાર અટકી જવાનો નથી.

આ બિમારી ને મહામારી ને રોકવા માટે બધાં દેશો એ ખરેખર ભેગાં મળીને કામ કરવું પડશે એની દવા શોધવા માટે વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહન પૂરું પાડવું પડશે, જે દેશો એ આ વાયરસ ને નાથવા મા સફળતા કે ઓછી વત્તી સફળતા મેળવી છે એમની કાર્યશૈલી નુ અનુકરણ કરી એમની સલાહ અને મદદ મેળવવી પડશે પછી ભલે એ દેશ કેટલાંય નાના અને બિન-મહત્વ ના હોય પણ મોટા દેશો એ એમની મદદ લેવા મા નાનમ અનુભવવી જોઈએ નહીં. દા.ત ઉત્તર કોરીયા, વિયેટનામ, ક્યુબા જેવા ટચુકડા દેશો એ આ બિમારી ને કાબુ કરી લેવા મા સફળતા હાંસલ કરી લીધી છે.

No comments:

Post a Comment