Wednesday, April 1, 2020

"રાજપીપળા મોહદ્દીસેઆઝમ મિશન દ્વારા પોલીસ જવાનો ને વેજ પુલાવ અને દાળ ના પાર્સલો વહેંચવામાં આવ્યા"

 મોહદ્દીસે આઝમ મિશન દ્વારા પોલીસ અને GRD જવાનો ને જમાડવાનું અભિયાન


(ઈકરામ મલેક દ્વારા) રાજપીપળા તા.૦૧/૦૪/૨૦૨૦

રાજપીપળા મોહદ્દીસે આઝમ મિશન દ્વારા વખતો વખત સમાજ લક્ષી સેવાઓ ના ઉદાહરણો રજુ કરવામાં આવે છે, એ જ પ્રમાણે હાલ જ્યારે દેશ એક મોટા સંકટ માથી પસાર થઈ રહ્યુ છે ત્યારે લોકો ની સુરક્ષા મા તહેનાત રહેલા પોલીસ જવાનો અને ઓછા પગાર મા ફરજ બજાવતા GRD જવાનો નો ફરજ ના કલાકો નો અને એમા પણ જમવાના વખત નો સમય નક્કી નથી હોતો, ત્યારે જુની કહેવત પ્રમાણે "ભુખ્યા પેટે ભજન ના થાય" ની તર્જ ઉપર જ્યારે સુરક્ષા જવાનો ભુખ્યા તરસ્યા રહેશે તો પોતાની ફરજ બજાવવી મુશ્કેલ બનશે.

સમાજ ના વિવિધ સંગઠનો અને સમુહો દ્વારા ભુખ્યા ઓ ને ભોજન પિરસવામાં આવી રહ્યું છે, બધાં પોતપોતાની શક્તિ મુજબ કંઈક ને કંઈક પ્રદાન કરી રહ્યાં છે, એ મુજબ રાજપીપળા મોહદ્દીસે આઝમ મિશન દ્વારા પણ પોલીસ અને GRD જવાનો ને વેજ-દાલ અને પુલાવ નુ સ્વાદિષ્ટ ભોજન પાર્સલમાં પેક કરી પિરસવામાં આવ્યુ હતુ.

No comments:

Post a Comment