Friday, April 10, 2020

કોરોના માટે કોણ જવાબદાર એ શોધવું જરુરી કે એનો #ઈલાજ શોધવો #જરુરી??? વાંચો કોણ કોને જવાબદાર ઠેરવી રહ્યું છે.

*વૈજ્ઞાનિકો કોરોના વાયરસ બિમારી નો ઈલાજ શોધી રહ્યા છે તો ભારત સહીત વિશ્વ ના કેટલાંક દેશો અને એ દેશો ની પ્રજા આ બિમારી ના ફેલાવા માટે કોને કોને જવાબદાર ઠેરવી રહ્યા છે. જુઓ*

(1) બ્રાઝિલ ના પ્રમુખ બાલસોનેરો એ કોરોના સંક્રમણ માટે આફ્રિકા ના પ્રવાસીઓ ને જવાબદાર ઠેરવવા શાથે કહ્યું કે કોરોના એક સામાન્ય તાવ છે એનાથી ડરવાની જરૂર નથી.

(2) અમેરિકા ના વિવાદિત પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના વાયરસ ને ચીની વાયરસ કહી મજાક ઉડાવી અને વાયરસ ના ફેલાવા માટે સીધેસીધું ચીન ને જવાબદાર ઠેરવ્યું છે.

(3) ઈરાન એ દેશ મા કોરોના  સંક્રમણ માટે અમેરિકા નુ કાવતરું ગણાવ્યું, અને અમેરીકા દ્રારા મદદ ની ઓફર ને એમ કહી ને ઠુકરાવી દેવાઈ કે અમેરિકા દવા ના બહાને કોરોના નુ સંક્રમણ વધુ ફેલાવવા ઈચ્છે છે.

(4) ભારત મા ટીવી મિડીયા એ કોરોના સંક્રમણ માટે જમાત ને જવાબદાર ઠેરવવાની ભૂંડી ભુમીકા ભજવી અને એક ચોક્કસ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો એ ટીવી ચેનલો ના દુષ પ્રચારને સાચું માની લીધું છે. 

(5) ભારત માંજ ઉત્તરપુર્વ ના રાજ્યો ના ચીની જેવા દેખાતા લોકો ને કોરોના વાયરસ કહી હુમલાઓ કરવામા આવ્યા.

(6) ભારત માં કોરોના સામે લડતાં ડોકટરો નેજ નિશાન બનાવવા આવ્યા અને પ્રતાડીત કરવામા આવ્યા, ક્યાંક સોસાયટીઓ અને એપાર્ટમેન્ટ ના વહીવટકારો એ ડોકટરો ને મકાન ખાલી કરી અન્યત્ર જતા રહેવા કહી દીધુ.

(7) ભારત ના કેટલાંક ટીવી ન્યુઝ ચેનલો એ પોતાની મૂર્ખતા ના પુરાવા આપતા કોરોના ને કોરોના જેહાદ અને પાકીસ્તાન નુ ષડયંત્ર પણ ઘોષિત કરી નાંખ્યું

આમ વિશ્વ સહીત ભારત મા કોરોના વાયરસ માટે એકબિજા ને જવાબદાર ઠેરવવાની મુર્ખતા મોપાપાયે બતાવવા મા આવી રહી છે, પણ એનાથી પરિસ્થિતિ મા કોઈ સુધાર થવાનો નથી કે એનો પ્રસાર અટકી જવાનો નથી.

આ બિમારી ને મહામારી ને રોકવા માટે બધાં દેશો એ ખરેખર ભેગાં મળીને કામ કરવું પડશે એની દવા શોધવા માટે વૈજ્ઞાનિકો ને પ્રોત્સાહન પૂરું પાડવું પડશે, જે દેશો એ આ વાયરસ ને નાથવા મા સફળતા કે ઓછી વત્તી સફળતા મેળવી છે એમની કાર્યશૈલી નુ અનુકરણ કરી એમની સલાહ અને મદદ મેળવવી પડશે પછી ભલે એ દેશ કેટલાંય નાના અને બિન-મહત્વ ના હોય પણ મોટા દેશો એ એમની મદદ લેવા મા નાનમ અનુભવવી જોઈએ નહીં. દા.ત ઉત્તર કોરીયા, વિયેટનામ, ક્યુબા જેવા ટચુકડા દેશો એ આ બિમારી ને કાબુ કરી લેવા મા સફળતા હાંસલ કરી લીધી છે.

Thursday, April 9, 2020

૧૭૦૦ ખલાસીઓ વેરાવળ થી ઉમરગામ ધકેલી દેવાતા સનસનાટી, પણ ટીવી ચેનલો મા થી આ સમાચારો ગાયબ??

*ટીવી અને મુખ્ય અખબારો મા થી આ સમાચાર ગાયબ કેમ????*


*1700 ખલાસીઓ ને વેરાવળ થી ઉમરગામ 23 બોટ ભરીને ધકેલી દેવાયા*

*ગરીબ આદિવાસી ખલાસીઓ ઉપર પથ્થરમારો પણ થયો, કાંઠા ના ગામ લોકો આ ખલાસીઓ ને ઉતરવા દેવા માંગતા નોહતા*

*મરીન પોલીસ ઈન્સ્પેક્ટરે બોટ સામે રીવોલ્વર તાકી ને બોટ ના ટંડેલો ને બોટ તાત્કાલીક લઈ જવા નો હુકમ કરતાંજ સનસનાટી મચી ગઈ*

*તલાસરી ના ખલાસીઓ ને પરત લાવવાનુ બીડું ઉપાડનાર  રમણ પાટકર સ્થળ ઉપર ફરક્યાજ નહીં*

*ગુજરાત ના 1100 ખલાસીઓ ની શાથે મહારાષ્ટ્ર ના 600 ખલાસીઓ પણ આવી જતા એમનું શું કરવું તે પ્રશ્ન ઉભો થઈ પડ્યો*

*વેરાવળ કલેકટરે અસ્પષ્ટ અને અધુરી કામગીરી કરતાં મામલો વધુ પેચીદો બન્યો* 

*મહારાષ્ટ્ર ના આદિવાસીઓ ને પરત વેરાવળ લઈ જતી બોટો ઉપર સ્થાનિકો એ ભારે પત્થરમારો કરતા અનેક ના માથા ફૂટ્યા, અને માનવતા મરી પરવારી*

Wednesday, April 8, 2020

સંવેદનશીલ ગુજરાત સરકાર, રાજ્ય ના લાખો ભાડુઆતો માટે સંવેદના ક્યારે બતાવશે???

"ભાડા ના મકાનો અને દુકાનો ધરાવતા લાખો પરિવારો માટે ગુજરાત સરકાર રાહત ની જાહેરાત ક્યારે??"

"શું દિલ્હી સરકાર ની જેમ ગુજરાત સરકાર ભાડા થી મકાન અને દુકાનો ના માલિકો ને ત્રણ મહીના સુધી ભાડું નહીં વસુલવા હુકમ કરશે?"

(ઈકરામ મલેક દ્વારા)
કોરોના ના મહામારી અને ત્યાર બાદ ઉભી થયેલી પરિસ્થિતિ ને કાબુ કરવા માટે ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા 21 દિવસ ના લોકડાઉન ને પગલે લોકો ના રોજગાર અને વેપાર ધંધાઓ ઉપર ઘેરો સંકટ ઉભો થઈ જવા પામ્યો છે, વેપાર ધંધા ઠપ થઈ જતાં આવક બંધ પડી ગઈ છે અને જાવક શરુ થઈ ગઈ છે, નાની મોટી નોકરીઓ કરતા છુટક કામદારો ને પણ ફેક્ટરીઓ અને પ્લાંટ બંધ થઈ જતાં ઘરે બેસી જવાનો વારો આવ્યો છે. એવા લાખો પરિવારો કે જે ટુંકી આવક શાથે ભાડા ના મકાન મા રહી ને પોતાનુ ગુજરાન ચલાવતા હોય છે, માસિક આવક ઉપર નભતા અને પગાર આવે તોજ અનાજ-પાણી ખરીદી શકે તેવા લાખો પરિવારો મહીના ના અધવચ્ચે લોકડાઉન થઈ જતાં મધ દરીયે ફંસાઈ જવા જેવો ઘાટ ઘડાયો છે, પૈસા વપરાઈ ગયા અને હવે પગાર મળશે નહીં એટલે ભાડા ના મકાન મા રહેતા ભાડુઆતો ભાડું ક્યાંથી ચુકવશે??? એ મોટો પ્રશ્ન બની ચૂક્યો છે.

ઉચ્ચ વર્ગ ને આ લોક ડાઉન થી ઉની આંચ આવે તેમ નથી અને નિમ્ન વર્ગ સરકાર ની પાતળી સહાય અને ટુંકી જરુરીયાત વાળી જીવનશૈલી થી ટેવાયેલો હોય કપરો સમય વેઠી કાઢશે પણ બન્ને ની વચ્ચે પિસાઈ રહેલા અને લાફો ખાઈ ને મોઢું લાલ રાખતા મધ્યમ વર્ગના હાડકાં ખોખરા થઈ જવા ના એ વાત નક્કી છે.

આવીજ રીતે નાના કદ ના વહેપારીઓ કે જે ભાડે દુકાનો રાખી ને વેપાર કરતા હતાં તેમના માટે પણ આજ સ્થિતી ઉભી થઈ છે તો ગુજરાત મા આવા લાખો પરિવારો હશે જે આજે મુંઝવણમાં મુકાયા હશે, તો શું હવે ગુજરાત સરકાર દિલ્હી ની કેજરીવાલ સરકાર ની જેમ ભાડા ના મકાનો મા રહેતા અને ભાડા ની દુકાનો મા વેપાર કરતાં વેપારીઓ ના હિત નો વિચાર કરશે??? પોતાને સંવેદનશીલ સરકાર હોવાના મોટાં મોટાં હોર્ડીંગ્સ મારી ને સંવેદનશીલ સરકાર ગણાવતી રૂપાણી સરકાર લાખો ભાડુઆતો પ્રત્યે સંવેદનશીલતા બતાવશે?? આજે ત્રણ ટર્મ થી ગુજરાત ની ગાદી ઉપર મધ્યમ વર્ગ ની મોટી મહેરબાની થી વારંવાર બિરાજમાન થતી રૂપાણી સરકાર સામે મધ્યમ વર્ગ અને ભાડુઆતો યાચના ભરી નિહાળી રહ્યા છે, કે રૂપાણી સરકાર એમને રાહત મળે તેવી કોઈક જાહેરાત જરુર કરશે.

હવે જોવા નુ એ રહે છે કે ગુજરાત સરકાર આ મુદ્દે કેવુ વલણ અપનાવશે તે જોવું રહયુ.

Saturday, April 4, 2020

ત્રીસ હજાર ની વસ્તી મા ત્રણ હજાર પાસ!!?? આશ્ચર્ય

વહીવટી તંત્ર દ્વારા લોકડાઉન માં આડેધડ પાસ ઇસ્યુ કરાતા ખડે પગે રહેતા પોલીસ સ્ટાફ ની મહેનત પર પાણી

નાંદોદ મામલતદાર કચેરી ખાતે થી ૩ હજાર કરતા વધુ લોકોને પાસ ઇસ્યુ કરાયા હોય જાહેરનામાનું પાલન કરવું 
મુશ્કેલ

બિનજરૂરી રખડપટ્ટી કરતા લાગવગીયાઓને પણ પાસ અપાયા હોવાની બુમ: લોકડાઉન નો જાણે કોઈ મતલબ જ રહ્યો નથી

ખોટી રીતના રખડતા કેટલાક લોકો પાસ ન હોય તો મેડિકલ કે અન્ય બહાનું બતાવી છટકબારી શોધે તેવામાં પોલીસ કડકાઈ કરે તો કેટલાક મોટા માથા વચ્ચે પડતા હોય છે.

*(ઈકરામ મલેક દ્વારા)* - રાજપીપળા : રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં જાહેરનામું લાગુ હોય અમુક જરૂરી કામગીરીમાં સંકળાયેલા સરકારી કર્મચારીઓ,સેવાકાર્ય કરતી સંસ્થાઓ,દૂધ શાકભાજી ના ધંધા વાળા વ્યક્તિઓને નાંદોદ મામલતદાર કચેરી ખાતે થી જાહેરનામા માં પણ જઈ શકે એ માટે ઓળખ કાર્ડ(પાસ) આપવામાં આવ્યા છે પરંતુ જાણવા મળ્યા મુજબ અત્યાર સુધી માં જરૂરી કામગીરી સાથે સંકળાયેલા સિવાયના પણ કેટલાક લાગવગીયાઓને પણ આ પાસ આપવામાં આવતા દિવસ રાત ખડે પગે ફરજ બજાવતી નર્મદા પોલીસ કે જે જાહેરનામાંનું પાલન કરાવવા કડક બનતી હોય એ કંટાળી ચુકી છે કેમકે કોઈ વાહન ચાલાક ને અટકાવે તો સીધો પાસ બતાવી દેતા હોય જેમાં અમુક ફાલતુ વ્યક્તિઓ ને પણ પાસ ઇસ્યુ કરાયા હોવાની વાત જાણવા મળી છે માટે પોલીસને કાયદાનો કડક અમલ કરવામાં અડચણ ઉભી થાય એ સ્વાભાવિક છે.

આવા આડેધડ પાસ કોણે આપ્યા અને જેને પાસ ઇસ્યુ થયા છે એ ખરેખર યોગ્ય કામગીરી માં તેનો ઉપયોગ કરે છે કે કેમ એ કોણ તપાસ કરે છે...?આવી મહામારી વચ્ચે પોલીસ સહિત આરોગ્ય વિભાગ, પાલીકા કર્મચારીઓ સહિતની જરૂરી સેવા પહોંચાડતી ટિમો સિવાય જો ફાલતુ વ્યક્તિઓ ને પાસ ઇસ્યુ થયા હોય તો પરત લેવા જોઈએ.

મામલતદાર નાંદોદ ઉવાચ:- અત્યાર સુધી ૩ હજાર જેવા પાસ આપવામાં આવ્યા છે.:ડી.કે. પરમાર(નાંદોદ મામલતદાર)

આ બાબતે નાંદોદ મામલતદાર ડી.કે.પરમારે જણાવ્યું કે સરકારી કર્મચારીઓ ને ૧૫૦૦ જેવા પાસ આપ્યા છે સાથે સાથે બેંક,જુદી જુદી સંસ્થાઓ, દૂધ,શાકભાજી સહિતના મળી અંદાજે ૩ હજાર જેવા પાસ આપવામાં આવ્યા છે.

ઈકરામ મલેક નર્મદા જીલ્લા

(તસવીર પ્રતિકાત્મક)

જાણો કોણે કહ્યું: કોરોના થી તો હું મારાં રાજ્ય ની પ્રજા ને બચાવી લઈશ પણ, અફવા ફેલાવનારાઓ ને મારા થી કોણ બચાવશે??

મહારાષ્ટ્ર ના ચીફ મિનિસ્ટર #ઉદ્ધવ_ઠાકરે એક વિચારશીલ, ધીરગંભીર અને હોંશિયાર #મુખ્યમંત્રી બની ને ઉભરી આવ્યા છે.

રાજ્ય ના વડા તરીકે એમણે જે પરિપક્વતા દાખવી છે તે કાબિલે તારીફ છે,પોતાની પ્રથમ ટર્મ માંજ વૈશ્વિક આફત નો સામનો કરવામા અભૂતપૂર્વ સાહસ અને ધૈર્ય દાખવી ને તેમણે તેમના ટીકાકારો ને ખોટાં પાડ્યા છે.
કોરોના જેવી વૈશ્વિક મહામારી એ જ્યારે મહારાષ્ટ્ર ને ભરડો લીધો ત્યારે ઉદ્ધવ ઠાકરે એ ગઠબંધન ની સરકાર મા સંકલન સાધી ને મહારાષ્ટ્ર ની પ્રજા ના હિત મા એક પછી એક નિર્ણયો લઈ ને વિરોધીઓ ને ચોંકાવી દીધા હતા.

વડાપ્રધાન દ્રારા દેશ ના અલગ અલગ રાજ્યો ના મુખ્યમંત્રીઓ શાથે કરવામા આવેલી ઓનલાઈન કોન્ફરન્સ મા ઉદ્ધવ ઠાકરે ના સુચન: "કોરોના સામે લડવા માટે દરેક ધર્મ ના ધર્મગુરુઓ નો શાથ લેવો જોઈએ" ને વડાપ્રધાન દ્રારા સ્વિકારી લેવામા આવ્યું હતું.

કોરોના બાબતે પાયાવિહોણી અફવાઓ અને ધાર્મિક વેરઝેર ફેલાવતા તત્વો ને કડક ચેતવણી આપતા કહ્યું હતું કે કોરોના થી હું મારા રાજ્ય ની પ્રજા ને બચાવી લઈશ પણ અફવા ફેલાવનારાઓ ને મારા થી કોણ બચાવશે????

Wednesday, April 1, 2020

ઘર ના છોકરા ઘંટી ચાટે

"ઘર ના છોકરા ઘંટી ચાટે":90 ટન મેડીકલ સામાન વિદેશ મોકલી દેવાયું!!!

(ઈકરામ મલેક દ્વારા) 
દેશ મા કોરોના વાયરસ ફેલાઈ ચુક્યું છે અને મેડીકલ ક્ષેત્રે અતિમહત્વ ની આઈટમો વેન્ટીલેટર, સેનેટાઈઝર, માસ્ક, ગ્લોવઝ અને બિજી અન્ય વસ્તુઓ આશરે 90 હજાર કીલો આખું વિમાન ભરી ને યુરોપ ના સર્બિયા નામ ના દેશ મા મોકલી આપી છે.

ટ્વીટર ઉપર થી સર્બિયન યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા કરાયેલા ટ્વીટ થી સમગ્ર જાણકારી બહાર આવતા સનસનાટી મચી જવા પામી હતી.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણો દેશ કોરોના મહામારી ની આફત મા મેડીકલ ઈક્વીપેમેન્ટ ની ખેંચ થી પીડાઈ રહ્યો છે ત્યારે, જંગી માત્રા મા મેડીકલ સામાન ને વિદેશ મોકલી આપવો એ કેટલે અંશે વ્યાજબી છે.

"ગુજરાત ના પડોશી રાજ્ય રાજસ્થાન નુ ભીલવાડા ભારત નુ ઈટલી બનશે?"

કોરોના વાઇરસ : ગુજરાતના પડોશી રાજસ્થાનનું ભીલવાડા ખરેખર 'ભારતનું ઇટાલી' બનશે?

(ઈકરામ મલેક દ્વારા) રાજપીપળા
રાજસ્થાનના એક શહેરની ખાનગી હૉસ્પિટલના ઇન્ટેન્સિવ કૅર યુનિટ (આઈસીયુ)માં આઠમી માર્ચે સ્થાનિક સમય અનુસાર સવારે પાંચ વાગ્યે 68 વર્ષીય એક પુરુષને દાખલ કરવામાં આવ્યા હતા. ન્યૂમૉનિયાથી પીડાતા એ પુરુષને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી હતી.
ભીલવાડાસ્થિત બ્રિજેશ બાંગર મેમોરિયલ હૉસ્પિટલમાં 58 વર્ષના ઇન્ટર્નલ મેડિસિનના ડૉક્ટર આલોક મિત્તલ અને તેમની ટીમે નવા દર્દીને તપાસ્યો હતો. એ દર્દીને, તેણે છેલ્લા કેટલાક દિવસોમાં ક્યાં-ક્યાં પ્રવાસ કર્યો હતો એ પૂછવામાં આવ્યું નહોતું અને દર્દીએ તેની ટ્રાવેલ હિસ્ટરી જણાવી પણ ન હતી. આઈસીયુમાં બીજા છ દર્દીઓ પણ હતા.
એ પુરુષ દર્દીની હાલતમાં ખાસ સુધારો થયો ન હતો અને બે દિવસ પછી તેને ભીલવાડાથી 250 કિલોમીટર દૂર આવેલા જયપુરની એક ખાનગી હૉસ્પિટલમાં ખાસ પ્રકારની સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. જયપુરની બે હૉસ્પિટલમાં તેને સારવાર આપવામાં આવી હતી.


ભીલવાડાથી આવેલા એ પુરુષ દર્દીની સારવાર કરનાર નર્સ શાંતિલાલ આચાર્યે કહ્યું હતું, "શું થશે તેની અમને કંઈ જ ખબર ન હતી."
જયપુરમાંની એ હૉસ્પિટલે પણ ભારે ન્યૂમોનિયાથી પીડાતા એ પુરુષ દર્દીનું કોરોના વાઇરસ માટે કોઈ અકળ કારણસર પરીક્ષણ કર્યું ન હતું. એ દર્દીની હાલત ઝડપથી કથળી હતી અને 13 માર્ચે તેનું મૃત્યુ થયું હતું. એ દર્દીના મૃત્યુના સમાચાર ડૉ. મિત્તલ અને તેમની ટીમને આપવામાં આવ્યા હતા.
આશ્ચર્યજનક વાત એ છે કે ભારતમાં કોવિડ-19 ફાટી નીકળવાની તૈયારીમાં છે એ સ્પષ્ટ હોવા છતાં ડૉક્ટરો પરિસ્થિતિની ગંભીરતાને સમજી શક્યા ન હતા.
ભારતમાં 25 માર્ચે બપોરે 3.15 સુધી કોરોના વાઇરસના 512 કન્ફર્મ્ડ કેસ તથા 9 મૃત્યુ નોંધાયાં છે અને પરીક્ષણનું પ્રમાણ અત્યંત ઓછું છે.
અહેવાલો અનુસાર, ડૉ. મિત્તલ અને અન્ય લોકો નવમી માર્ચે ઉદયપુર ગયા હતા અને એક રિસોર્ટમાં હોળી રમ્યા હતા. (ડૉ. મિત્તલના સંપર્ક માટે ફોન તથા ટેક્સ્ટ મૅસેજ દ્વારા વારંવાર પ્રયાસ કરવામાં આવ્યા હતા, પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો)
ન્યૂમોનિયાના દર્દીના મૃત્યુના દિવસો પછી ડૉ. મિત્તલ અને તેમના એક સાથી એક સરકારી હૉસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર લેતા થયા હતા.
એ પછીના થોડા દિવસોમાં તેમની હૉસ્પિટલના બીજા કેટલાક સાથીઓ પણ આઇસોલેશન વોર્ડમાં સારવાર લેવામાં જોડાયા હતા. ડૉ. મિત્તલ સહિતના 12 લોકો કોવિડ-19નો ચેપ લાગ્યો હોવાનું પરીક્ષણમાં જાણવા મળ્યું હતું.
એ પછીના દિવસે હૉસ્પિટલની તબીબી ટીમને લાગેલા ચેપના સમાચાર બહાર આવ્યા હતા અને આભ તૂટી પડ્યું હતું. ખાનગી હૉસ્પિટલમાં સંખ્યાબંધ લોકો સારવાર માટે આવવા લાગ્યા હતા. ગભરાયેલા લોકોએ ચેપના પ્રસાર માટે ડૉક્ટરોને દોષી ઠરાવવાનું શરૂ કર્યું એટલે સત્તાવાળાઓ ઝડપથી પગલાં ભરવાં લાગ્યા હતા.
સત્તાવાળાઓએ 'જનતા કર્ફ્યુ' લાદ્યો હતો અને લોકોને ઘરમાંથી બહાર નીકળવાની તથા જાહેર સમારંભોની મનાઈ ફરમાવી હતી. સત્તાવાળાઓએ સ્કૂલ્સ, કૉલેજો, ઑફિસો બંધ કરાવ્યાં હતાં અને લોકોના જિલ્લામાં આવવા તથા બહાર જવાનું બંધ કરાવ્યું હતું. ખાનગી હૉસ્પિટલને સીલ કરવામાં આવી હતી અને તેના 88 દર્દીઓને બીજી હૉસ્પિટલોમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
સ્થાનિક પત્રકાર પ્રમોદ તિવારીએ મને કહ્યું હતું, "ગંભીર જોખમ છે અને રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે એવું અધિકારીઓએ અમને જણાવ્યું હતું."
તેથી ગંભીર રોગચાળો ફાટી નીકળવાની આશંકાએ ભીલવાડામાં એ બધું જ કરવામાં આવ્યું હતું, જે થોડા દિવસ પછી સમગ્ર દેશમાં કરવામાં આવી રહ્યું છે.

સવાલ એ છે કે ચાર લાખથી વધુ લોકોની વસતી ધરાવતું અને દેશનાં મોટાં કાપડ ઉત્પાદક શહેરો પૈકીનું એક આ શહેર ભારતમાં કોરોના વાઇરસનું સૌપ્રથમ હોટસ્પૉટ બનશે?

સોર્સ:- બી.બી.સી ગુજરાતી સાભાર